16-40 વર્ષનાઓને કોરોના-રસી પહેલાં કેમ નહીં?: રાઝદાન

મુંબઈઃ મહેશ ભટ્ટનાં પત્ની અને એક્ટ્રેસ સોની રાઝદાન દેશમાં હાલ ચાલી રહેલા કોરોનાના રસીકરણ ઝુંબેશ પર પોતાના વિચારો બિનધાસ્ત રજૂ કરવા જાણીતી છે અને સોશિયલ મિડિયા પર તે મંતવ્યો રજૂ કરવાથી પાછળ નથી હટતી. હાલમાં એક્ટ્રેસ સોની રાઝદાને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે 16થી 40 વયના લોકોને પહેલાં કોવિડ-19ની રસી લગાડાવવી જોઈએ, કેમ કે તેઓ કામ માટે અને અન્ય હેતુઓ માટે ઘરની બહાર વધુ જાય છે.   તેણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ટેગ કરતાં ટ્વીટ કર્યું હતું કે જ્યારે 16થી 40ની વયજૂથના છે, જેઓ ઓફ્રિસ, બાર્સ અને નાઇટક્લબો વગેરેમાં કામ કરે છે (છેલ્લા બે માસ્ક વગર), બસ મને એ જ સમજાતું નથી કે તેમને પહેલાં રસી કેમ નથી આપવામાં આવતી? @uddhavthackeray @AUThackeray.

તેનું ટ્વીટ એવા સમયે આવ્યું છે, જ્યારે દેશમાં વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં પ્રાથમિકતા આવી રહી છે. વળી, આવું કંઈ પહેલી વાર નથી થયું સોની રાઝદાને ટ્વીટ કર્યું હોય, આ સપ્તાહના પ્રારંભે સોનીએ કહ્યું હતું કે એક્ટરોને પણ રસી અપાવામાં પ્રાથમિકતા અપાવી જોઈએ, કેમ કે તેઓ સેટ પર વાઇરસના સંપર્કમાં આવી શકે છે.

આટલા બધા એક્ટર કોરોના સંક્રમિત થયા છે અને કામ કરતી વખતે તેમને પણ સંક્રમિત થવાનું જોખમ હોય છે, કેમ કે અમે વાસ્તવમાં માસ્ક નતી પહેરી શકતા, પણ કોઈને એવું લાગ્યું નથી કે અમારે પણ અન્ય કરતાં રસી લેવી આવશ્યક છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]