નવી દિલ્હીઃ કોરોનાની સામે જંગમાં દેશમાં તમામ ક્રિકેટર્સ પણ લોકોને ઘણી મદદ કરી રહ્યા છે. સચિન, સહેવાગથી માંડીને વિરાટ કોહલી સુધીના આ મુશ્કેલ સમયમાં લોકોને પોતાની રીતે મદદ કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા હાલના દિવસોમાં સોશિયલ મિડિયા છવાયેલા છે. આ યુગલે કોરોના પીડિતોની મદદ માટે ફંડ કેમ્પેન દ્વારા રૂ. 11 કરોડની રકમ એકત્ર કરી હતી. આ જોડીએ એક બાળકનો જીવ બચાવ્યો છે.
વિરાટ અને અનુષ્કાએ ફરી એક વાર એક દુર્લભ આનુવંશિક વિકાર, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SPA)થી પીડિત બાળકનું જીવનને બચાવવા માટે ફંડ એકત્ર કરવા માટે, મદદ માટે આવ્યા હતા. આ બીમારીને માત આપવા માટે અયાંશ ગુપ્તા નામના બાળકને વિશ્વની સૌથી મોંઘી દવા જોલેગેન્સ્માની જરૂર હતી, જેની કિંમત રૂ. 16 કરોડ એકત્ર કરવા માટે એક બાળકનો જીવ બચાવવા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.
WE DID IT!!!
Never thought that this arduous journey we set on to #saveayaanshgupta would culminate this beautifully. Happy to announce tht we have reachd ₹16 Cr. needed to get #Zolgensma for #Ayaansh. A big thank you to every person who supported us. This is your victory.✌️✌️ pic.twitter.com/n0mVl1BvGv
— AyaanshFightsSMA (@FightsSma) May 23, 2021
અયાંશનાં માતાપિતાએ બીમાર બાળક માટે ફંડ એકત્ર કરવા માટે સોશિયલ મિડિયા પર મદદ માગી હતી. તેમણે બાળકની સારવાર માટે ‘AyaanshFightsSMAના નામથી એક ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમણે જોયું કે કોહલી અને અનુષ્કા સહિત કેટલીય હસ્તીઓએ મોંધી દવા ખરીદવ માટે તેમને ટેકો આપી રહી છે રવિવારે માતાપિતાએ ટ્વિટર પર માહિતી આપી હતી કે ઓ આયુષની દવા માટે રૂ. 16 કરોડ સુધી પહોંચી ગયા છે. તેમણે દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો, જેમણે તેમને મદદ કરી હતી.
કોહલી અને અનુષ્કા સિવાય સારા અલી ખાન, અર્જુન કપૂર અને રાજકુમાર રાવ જેવી હસ્તીઓએ મદદ કરી હતી. કોહલી અને અનુષ્કાએ ‘इन दिस टुगेदर’ નામે કોવિડ-19 ફંડને રૂ. બે કરોડનું દાન આપ્યું હતું.