જોન સિનાએ તાઇવાનને ‘દેશ’ ગણાવતાં ચીન ભડક્યું

વોશિંગ્ટનઃ રેસલિંગની દુનિયામાં નામ બનાવીને એક્ટિંગની દુનિયામાં કીર્તિ હાંસલ કરનાર અમેરિકી એક્ટર જોન સિના ચીનની સામે ઘૂંટણિયે પડી ગયો છે અને કરગરીને ચીનથી માફી માગી છે. તેની ફિલ્મનો ચીનમાં બોયકોટ નથી કરવામાં આવ્યો. તેની ફિલ્મની સામે ચીનમાં ગુસ્સો ન ભડકે, એટલા માટે હોલિવુડ સ્ટારે તાઇવાનના અસ્તિત્વથી સમજૂતી કરી લીધી છે. ફિલ્મમાં મોટા-મોટા એક્શન સીન કરનાર જોન સિના ચીનની સામે એક વાર નહીં, પણ વારંવાર કરગરીને માફી માગી છે, જે પછી જોન સિનાની તીખી આલોચના થઈ રહી છે.

જોન સિનાએ તેના ચીનના ફેન્સથી માફી માગતાં કહ્યું છે કે તેમણે તાઇવાનને એક દેશ બતાવીને ભૂલ કરી છે. કેટલાક દિવસો પહેલાં જોન સિના પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે તાઇવાન ગયો હતો, જ્યાં તેણે તાઇવાનનો અલગ દેશ ગણાવ્યો હતો, જે પછી જોન સિનાથી ચીનના લોકો નારાજ છે. તાઇવાનને અલગ દેશ જણાવવા પર જોન સિનાની સામે ચીનમાં ભારે રોષ છે અને તેમણે ચીનની સોશિયલ મિડિયા વિબો પર જઈને ચીનના લોકોની કેટલીય વાર માફી માગી છે. અમેરિકા રેસલરે માફી માગતી સમયે એ પણ ધ્યાન ન રાખ્યું કે તાઇવાન મુદ્દે અમેરિકાનું વલણ શું છે અને ચીનની દાદાગીરી વિશ્વને કઈ રીતે યુદ્ધ તરફ ખેંચી રહી છે.

જોન સિનાએ ચીની ભાષામાં વિડિયો જારી કરતાં કહ્યું છે કે મેં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-9 માટે બહ સારા ઇન્ટરવ્યુ આપ્યા છે. અને મેં છેલ્લા ઇન્ટરવ્યુ દરમ્યાન એક ભૂલ કરી છે. સિનાએ માફી માગવા છતાં ચીનના લોકો એને માફ કરવા તૈયાર નથી.

બીજી બાજુ, જોન સિનાના માફીનામા પછી અમેરિકન્સમાં પણ ભારે ગુસ્સો પ્રવર્તી રહ્યો છે. અમેરિકાના નેતાઓ કહી રહ્યા છે કે જોન સિનાએ ફિલ્મ માટે બીજિંગ સામે ઘૂંટણિયે પડી ગયો છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]