મુંબઈઃ બોલીવૂડ એક્ટર વિકી કૌશલ અભિનિત ‘સરદાર ઉધમ’ની બાયોપિક 16 ઓક્ટોબરે એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો અને સમીક્ષકોએ ઘણી પસંદ કરી હતી. સુજિત સરકાર દ્વારા નિર્દેશિત અને રોની લાહિરી અને શીલ કુમાર દ્વારા નિર્મિત તેમ જ ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહના જીવન પર બની છે. આ ફિલ્મને વર્ષ 2022 માટે ભારત દ્વારા સત્તાવાર રીતે ઓસ્કાર એવોર્ડ માટે મોકલાવવાની શક્યતા હતી, પણ હવે એ ઓસ્કર એવોર્ડ્સની રેસમાંથી બહાર થઈ ગઈ છે. છેલ્લે પી. એસ વિનોથરાજ દ્વારા નિર્દેશિત તમિળ ફિલ્મ ‘કુઝંગલ’ને ઓસ્કાર એવોર્ડ્સ માટે પસંદ કરવામાં આવી છે.
‘સરદાર ઉધમ’ શાનદાર સિનેમેટોગ્રાફીની સાથે એક સારી ફિલ્મ છે, જે આંતરરાષ્ટ્રીય માપદંડો પર ખરી ઊતરે છે, પણ એ ફિલ્મ થોડી લાંબી છે અને જલિયાવાલા બાગની ઘટનાને ઉજાગર કરે છે. આ ફિલ્મ બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતા માટે ભારતીયોનો બળવો વ્યક્ત કરે એવી વાત લઈને આવે છે. વૈશ્વિકીકરણના આ દોરમાં ઘૃણા ફેલાવી યોગ્ય નથી, એનાથી વિપરીત ‘કુઝગંલ’ એક વૈશ્વિક અપીલવાળી ભારતીય ફિલ્મ છે. એમાં કોઈ એજન્ડા નથી, એ બધી દાવેદાર ફિલ્મોમાંની એક ઇમાનદાર ફિલ્મ છે. ઓસ્કારની દોડમાં 13 ફિલ્મો હતી, જેમાં ‘છેલ્લો શો’, ‘મંડેલા’, ‘નાયટ્ટુ’, ‘સરદાર ઉધમ’, ‘બ્રિજ’, ‘શેરની શેરશાહ’, ‘કાગજ’, ‘આતા વેળ જાલી’, ‘તૂફાન’ અને ‘ગોદાવરી’ હતી.
ફિલ્મ ‘સરદાર ઉધમ’ માઇકલ ઓડાયરના નેતૃત્વમાં સ્વતંત્રતા સેનાનીના જલિયાવાલા બાગમાં થયેલા હત્યાકાંડના થયેલા મોતોનો બદલો લેતી ફિલ્મ છે.