‘ગણપત’નું ટીઝર રિલીઝ કરાયું: એક્શન, રોમાંચનું પેકેજ

મુંબઈઃ બોલીવુડના એક્શન હિરો ટાઈગર શ્રોફને શિર્ષક ભૂમિકામાં ચમકાવતી ‘ગણપત’ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ટાઈગર એક બોક્સરના રોલમાં છે. ટીઝરમાં જોઈ શકાય છે કે વિઝ્યુઅલ ઈફેક્ટ્સ આંતરરાષ્ટ્રીય કક્ષાની છે.

ફિલ્મમાં ટાઈગર ઉપરાંત કૃતિ સેનન, અમિતાભ બચ્ચન, એલી એવરામ, જમીલ ખાન તથા અન્યોની પણ ભૂમિકા છે. વિકાસ બહલ, જેકી ભગનાની, વાશુ ભગનાની અને દીપશિખા દેશમુખ દ્વારા નિર્મિત તેમજ વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતી 20 ઓક્ટોબરે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં એક સાથે રિલીઝ થવાની છે. વિકાસ બહલ આ પહેલાં ‘ક્વીન’ અને ‘સુપર 30’ ફિલ્મો બનાવી ચૂક્યા છે.