સાજ રહી ગલી મેરી અમ્મા…’, મેહમૂદની ફિલ્મ કુંવારા બાપનું આ ગીત હજુ પણ હિટ છે. ગીતમાં કેટલાક ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નર એકસાથે ‘હાંજી’ કહેતા સાંભળવા મળે છે. હા જીનો આ સ્વર બોલિવૂડમાં વર્ષોથી ગુંજતો રહ્યો છે. અને આજે પણ અવરિત છે. જૂના જમાનાની ફિલ્મોમાં કિન્નરો મોટાભાગે અમુક હાસ્યની પરિસ્થિતિ માટે કે મોજશોખ માટે જ જોવા મળતા હતા.
સમય સાથે એમના જીવનના પાસેને રજૂ કરતી વાર્તા અને વિષયવસ્તુમાં બદલાવ આવ્યો. તાજેતરમાં જ સુષ્મિતા સેનની તાલી નામની વેબ સીરિઝ આવી છે. જેમાં તે એક ટ્રાન્સઝેન્ડર એક્ટિવિસ્ટનો રોલ ભજવી રહી છે. ત્યારે આવો જાણીએ એવા જ કેટલાક પ્રખ્યાત કલાકારો વિશે જેમને મોટા પડદા પર કિન્નરની ભૂમિકા ભજવી છે.
તમન્ના
બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક પરેશ રાવલે ફિલ્મ તમન્નામાં એક કિન્નરની ભૂમિકા ભજવી હતી, જે એક અનાથ બાળકનો ઉછેળ કરે છે. અન્ય ફિલ્મોની જેમ, પરેશ રાવલે આ ભૂમિકામાં પણ પોતાનો શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.
દરમિયાન
આ ફિલ્મ એક માતા અને પુત્રની વાર્તા છે, જેમાં માતાને અચાનક ખબર પડે છે કે તેનો પુત્ર કિન્નર છે, જેના પછી માતા ભાંગી પડે છે. આરીફ ઝકરિયાએ ફિલ્મમાં વ્યંઢળના પુત્રની ભૂમિકા ભજવી છે. તબ્બુ અને કિરણ ખેર પણ સંબંધોના આ અનોખા જાળમાં ફસાયેલા જોવા મળે છે.
સડક
1991માં આવેલી સંજય દત્ત અને પૂજા ભટ્ટની સડક ફિલ્મના ગીત આજે પણ લોકોને સાંભળવા ગમે છે. પરંતુ આ ફિલ્મમાં યાદગાર રોલ કરનાર સદાશિવ અમરાપુરકર આજે તો આપણી વચ્ચે નથી. પરંતુ એમને નિભાવેલી કિન્નરની ભૂમિકાએ સદાય યાદ રહે છે.
શબનમ મૌસી
ફિલ્મમાં આશુતોષ રાણાએ શબનમ મૌસીનો રોલ કર્યો હતો. શબનમ મૌસી દેશના કેટલાક એવા વ્યંઢળોમાંના એક છે જેમણે રાજનીતિની દુનિયામાં જીતનો ઝંડો લહેરાવ્યો હતો. શબનમ મૌસી ફિલ્મ તેના પર આધારિત છે, આ ફિલ્મનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
રજ્જો
આ ફિલ્મમાં મહેશ માંજરેકર અને રવિ કિશન બંને કિન્નરના રોલમાં જોવા મળ્યા હતા. શરૂઆતમાં આ રોલ માટે બંનેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એમની જોરદાર એક્ટિંગને કારણે આ બંને દિગ્ગજોએ ટીકાકારોના મોં પર તાળું મારી દીધું હતું.
લક્ષ્મી
સાઉથની ફિલ્મ કંચનાની રિમેક પર આધારિત ફિલ્મ લક્ષ્મીમાં શરદ કેલકર અને અક્ષય કુમાર બંનેએ કિન્નરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ કોમેડી હોરર હતી. સાઉથ ફિલ્મ કંચનાની દરેક સીરીઝ હીટ નિવડી હતી. પરંતુ લક્ષ્મીએ જોઈએ એટલી સફળતા મેળવી ન હતી. પરંતુ અક્ષય કુમારનો કિન્નર રોલ લોકોમાં પ્રિય બન્યો હતો.