‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’નું ટ્રેલર રિલીઝ કરાયું

મુંબઈ – ટાઈગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેનાં પ્રણયત્રિકોણને રજૂ કરતી આગામી નવી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ 2012માં આવેલી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સીક્વલ છે.

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’નું દિગ્દર્શન પુનિત મલ્હોત્રાએ કર્યું છે અને નિર્માતા છે કરણ જોહર.

ટ્રેલરના આરંભમાં જ ટાઈગરની ધમાકેદાર એન્ટ્રી થાય છે, જે એનાં ટીમના સાથીઓ ભેગો કબડ્ડી રમે છે. એ સેન્ટ થેરેસા કોલેજનો વિદ્યાર્થી છે.

બીજી બાજુ, તારા કોઈ ડાન્સ સ્પર્ધા જીતવા માગતી હોય એવું બતાવાયું છે અને એ માટે તે ટાઈગરની મદદ લે છે, જે ઓલરાઉન્ડર જેવો છે.

અનન્યા થોડીક બગડેલી છોકરી જેવી બતાવાઈ છે.

સીક્વલમાં એક વિલન છે, જે રોલ આદિત્ય સીલે અદા કર્યો છે. એ ટાઈગરને મારપીટ કરે છે અને એને ખરાબ રીતે ઘાયલ કરે છે.

પરંતુ, સ્ટુડન્ટ ઓફ ધ યર બનવાનું સપનું ટાઈગર સાકાર કરીને જ રહે છે.

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ રિલીઝ થવાની છે આવતી 10 મેએ.

જુઓ ફિલ્મનું ટ્રેલર…

httpss://youtu.be/QZsthdsh6yk

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]