હાઇકોર્ટે બંગલાદેશમાં ‘ફરાઝ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ બંગલાદેશ હાઇકોર્ટે સોમવારે ભારતીય ફિલ્મનિર્માતા હંસલ મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ફરાઝ’ના પ્રચાર ને પ્રદર્શન પર દેશના સિનેમા હોલ અને ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. 2016માં ‘ઢાકા કેફે’ને તબાહ કરવાવાળા વાસ્તવિક જીવનના આતંકવાદી હુમલાને આધારે ‘ફરાઝ’ એક બંધક નાટક છે, જેમાં જુહી બબ્બર, આમિર અલી, જહાન કપૂર અને આદિત્ય રાવલ સામેલ છે. એક રિટ અરજી પર સુનાવણી કર્યા બાદ જસ્ટિસ એમડી ખસરજ્જમાં અને એમડી ઇકબાલ કબીરની હાઇકોર્ટની ખડપીઠે બંગલાદેશમાં ફિલ્મની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે.

એક જુલાઈ, 2016એ હોલી આર્ટિસન કેફે પર હુમલામાં ઉગ્રવાદીઓ દ્વારા માર્યા ગયા હતા. અર્બિતા કબીરની મા રુબા અહેમદે રિટ અરજી દાખલ કરી હતી. સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવે રિટમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. આ ફિલ્મને હજી બંગલાદેશ ફિલ્મ સેન્સર બોર્ડ પાસેથી મંજૂરી મળવાની બાકી છે. 19 જાન્યુઆરીએ રુબા અહેમદે બંગલાદેશમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવા માટેની માગ કરી હતી અને દાવો કર્યો હતો કે એનાથી બંગલાદેશની પ્રતિષ્ઠાને દાગ લાગી શકે છે.

ઢાકા ટ્રિબ્યુનના સમાચાર મુજબ અરજીકર્તાના વકીલ અહસાનુલ કરીમે કહ્યું હતું કે અરજી બંગલાદેશના સિનેમા હોલોની સાથે-સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ પ્રદર્શિક કરવા પર પ્રતિબંધ માટે કરવામાં આવી હતી. આ ફિલ્મના ફુટેજમાં બે ઉગ્રવાદીઓને વાત કરતાં દેખાડવામાં આવ્યા છે, જેમાં એકને અર્બિતાની સાથે સંબંધ હતો અથવા છે. તેના પહેરવેશને એ પ્રકારે બતાવવામાં આવ્યો હતો કે સભ્ય સમાજમાં શિક્ષિત પરિવાર કર્યારેય નહીં પહેરે. યુવતીના ચરિત્રને નીચું દેખાડવામાં આવ્યું છે.