શાહરુખે ફોન કરી ‘પઠાણ’ સામેના વિરોધ વિશે ચિંતા દર્શાવી

ગુવાહાટીઃ આસામના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વા સરમાએ કહ્યું છે કે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને ગઈ અડધી રાતે લગભગ બે વાગ્યે એમને ફોન કર્યો હતો અને તેની નવી ફિલ્મ ‘પઠાણ’ સામે ગુવાહાટીમાં થઈ રહેલા વિરોધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સરમાએ શાહરૂખને ખાતરી આપી હતી કે ફિલ્મ સામેના દેખાવો વિશે એમની સરકાર તપાસ કરાવવશે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ફરી વાર નહીં બને એની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુવાહાટી શહેરના નારેન્ગી વિસ્તારનું એક થિયેટર 25 જાન્યુઆરીથી ‘પઠાણ’ ફિલ્મ બતાવવાનું છે. ગયા શુક્રવારે બજરંગ દળા કાર્યકર્તાઓએ ત્યાં ધસી જઈને હિંસક પ્રકારના વિરોધ-દેખાવો કર્યા હતા. ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જ્યારે તે વિરોધ વિશે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે સરમાએ પત્રકારોને વળતો સવાલ કર્યો હતો, ‘કોણ છે શાહરૂખ ખાન? મને એના વિશે કે એની ફિલ્મ ‘પઠાણ’ વિશે કંઈ જ ખબર નથી.’