ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન બન્યા રાજીવ ગાંધી

અમદાવાદઃ હેસ્ટર બાયોસાયન્સિસના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગાંધી ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન તરીકે નિમાયા છે. એમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ફિક્કીમાં સેવા આપવી તથા તેને મજબૂત બનાવવી એક ગૌરવની વાત ઉપરાંત જવાબદારી પણ છે. અત્યારે સમગ્ર વિશ્વ કુતુહલ નજરે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક પાવરહાઉસ હોવાના નાતે ગુજરાત, ભારતના વિકાસને વધુ આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવશે. સંપત્તિ સર્જકો, ખાસ કરીને યુવા ઉદ્યોગસાહસિકોને મદદ પૂરી પાડવાનો મારો પ્રયાસ રહેશે. ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના વિદાય લઈ રહેલા ચેરપર્સન ગીતા ગોરડિયાએ નિર્ધારિત કરેલા માર્ગે આગળ વધવાનો તથા ફિક્કીના પ્રેસિડેન્ટ શુભ્રકાંત પાંડાના નેતૃત્વ હેઠળ ફિક્કીના ઉદ્દેશ્યો માટે કામ કરવાનો પણ મારો પ્રયાસ રહેશે.

અમદાવાદમાં હેસ્ટર બાયોસાયન્સિસ એશિયાની એક જ સ્થળે આવેલી સૌથી મોટી એનિમલ વેક્સિન અને હેલ્થ પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપની છે. વર્ષ 2016માં રાજીવ ગાંધીને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્વારા આ’ઉટસ્ટેન્ડિંગ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.