ગાંધીનગરમાં G20 બિઝનેસ બેઠક શરૂ થઈ ગઈ

ગાંધીનગરઃ G-20ની અધ્યક્ષતાના ભાગરૂપે એક બિઝનેસ 20 (B20)ની બેઠક રવિવારે રાજ્યની રાજધાનીમાં શરૂ થઈ હતી, જેમાં 600થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં જળવાયુ પરિવર્તન, સંશોધન, વૈશ્વિક ડિજિટલ સહયોગ અને  લચીલી વૈશ્વિક વેલ્યુ ચેઇનથી સંબંધિત મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

આ B20 ઇન્ડિયા 2023 સંવાદ RAISEની થિમ હેઠળ થઈ રહ્યો છે, જે જવાબદાર, તેવરિત, સાતત્યતા અને સમાન વેપાર-વ્યવસાય માટે સંક્ષિપ્ત શબ્દ છે. આ ત્રિદિવસીય કોન્કલેવ સંમેલન શરૂ થઈને G-20 સંબંધિત કુલ 15 કાર્યક્રમ ગુજરાતમાં થશે, એમ આર્થિક બાબતોના મુખ્ય સચિવ મોના ખાનધરે કહ્યું હતું.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર સંમેલનમાં B20 બેઠક માટે એક પૂર્ણ સેશન આયોજિત કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય વાણિજયપ્રધાન પીયૂષ ગોયલ, રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને G20 શેરપા અમિતાભ કાંત ભાગ લેશે.

ખાનધરે જણાવ્યું હતું કે ગાંધીનગર પહેલા ત્રણ દિવસો માટે G-20- B20 બેઠકની યજમાની કરી રહ્યું છે, ત્યાર બાદ અન્ય 14 બેઠકો-કાર્યક્રમો- અમદાવાદ, સુરત, કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના ધોરડો સહિત વિવિધ શહેરોમાં આયોજિત કરવામાં આવશે.

કચ્છમાં G20 દેશોના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પહેલી બેઠક સાત ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધીમાં થશે, જ્યારે અન્ય બેઠકોનું આયોજન નવ ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં થશે.

G20ના પ્રતિનિધિઓને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ટ્રાન્સફોર્મેટિવ પહેલો વિશે સૂચિત કરવામાં આવશ, જે એક સ્વચ્છ, હરિત અને એક સમાવેશી આર્થિક વિકાસને સક્ષમ કરી રહી છે.