સલમાને ‘અંતિમ’ની રિલીઝ પહેલાં ધર્મેન્દ્રના આશીર્વાદ લીધા

મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ પ્રસંગે ધર્મેન્દ્રએ સલમાનને ફિલ્મની સફળતા માટે મન ભરીને આશીર્વાદ આપ્યા હતા સોશિયલ મિડિયા પર સક્રિય રહેલા ધર્મેન્દ્રએ ફેવરિટ સલમાન માટે સોશિયલ મિડિયા પર એક પ્રેમભરી પોસ્ટ પણ લખી હતી, જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ધર્મેન્દ્રએ સલમાનની સાથે એક જૂનો ફોટો શેર કર્યો છે અને ખૂબ પ્રેમ વરસાવ્યો છે. ધર્મેન્દ્રએ લખ્યું હતું કે ‘इजहार-ए-चाहत रोके नहीं बनता। सलमान, तेरे प्यार को जी-जान से प्यार। जीते रहो।’

સલમાન પણ ધર્મેન્દ્રને બહુ પ્રેમ કરે છે અને ફિટનેસ માટે તેમને જ પોતાની પ્રેરણા માને છે. સલામાને જણાવ્યું હતું કે રિયલ્ટી શો ધ બિગ પિક્ચરમાં ફિટનેસ માટે ધર્મેન્દ્રએ તેને ઇન્સ્પાયર કર્યો હતો. જ્યારે રણવીરે સલમાનને પૂછ્યું હતું કે ફિટનેસ માટે તેને કોણે પ્રેરિત કર્યો તો એના પર સલમાને કહ્યું હતું કે હું હંમેશાં ધરમજીને ફોલો કરું છું. તેમના ચહેરા પર માસૂમિયત છે.

સલમાનની ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ’ 26 નવેમ્બરે રિલીઝ થશે. મહેશ માંજરેકરની આ ફિલ્મમાં સલમાન સિવાય તેના બનેવી આયુષ શર્મા પણ છે. આ ફિલ્મ દ્વારા ટીવી એક્ટ્રેસ મહિમા મકવાણા બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]