કિંમતમાં થયેલો ઘટાડો ચા-ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર પાડશેઃ TAI

નવી દિલ્હીઃ ચાની કિંમતો અને ઉત્પાદનમાં ઘટાડાથી ચા ઉદ્યોગ વાસ્તવિક સંકટ તરફ જવાની સંભાવના છે. ટી એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું. ચાની કિંમતો વર્ષ 2020થી કિંમતો ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. નવેમ્બર, 2021માં આશરે ચાની કિંમતોમાં ગયા વર્ષના સમાનગાળાની તુલનાએ રૂ. 15નો ઘટાડો થયો હતો.

ઓક્ટોબરથી આશરે બે-અઢી મહિનામાં આશરે કુલ ઉત્પાદનના 28 ટકા ઉત્પાદન થાય છે, એમ TAIના સચિવ પીકે ભટ્ટાચાર્યજીએ કહ્યું હતું. બીજી બાજુ, ચા ઉદ્યોગમાં વધતા મજૂરીના દર ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે. પશ્ચિમ બંગાળમાં દાયકામાં (2011-21) વેતનવૃદ્ધિ 201 ટકા રહી હતી, જે આસામમાં 186 ટકા રહી હતી. આસામ અને પશ્ચિમ બંગાળમાં દેશના ચાના કુલ ઉત્પાદનના આશરે 50 ટકા ચાનું ઉત્પાદન થાય છે. વળી ચાના પડતર ખર્ચ અને ખાતરના ખર્ચ- CAGR (કપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ)માં 9-15 ટકાનો વધારો થયો છે. જ્યારે ચાની કિંમતમાં માત્ર ત્રણ ટકાનો વધારો થયો છે.

આ બંને રાજ્યોમાં નવેમ્બરમાં ચાનું ઉત્પાદન ઘટીને 12.4 કરોડ કિલોની તુલનાએ 10 કરોડ રહેવાનો અંદાજ છે. ચાના ઉત્પાદનમાં ખાસ કરીને હવામાનમાં આવેલા ફેરફારોને લીધે ઘટાડો નોંધાયો હતો, એમ એસોસિયેશને કહ્યું હતું.

ભારત પીણાં પદાર્થોના મુખ્ય ઉત્પાદકોમાંના એક, જે વાર્ષિક રીતે આશરે 133 કરોડ કિલોગ્રામ ચાનું ઉત્પાદન કરે છે. આ સાથે નોર્થ ઇસ્ટર્ન ટી એસોસિયેશને (NETAએ) વેપારપ્રધાનને ચા ઉદ્યોગ માટે પ્રોત્સાહક રાહત પેકેજ આપવા માટે એક આવેદન આપ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]