RBIએ મલકાપુર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર નિયંત્રણો મૂક્યાં

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મહારાષ્ટ્રમાં મલકાપુર અર્બન કો-ઓપરેટિવ બેન્કના ગ્રાહકો પર કેટલાય પ્રકારના પ્રતિબંધો મૂક્યા છે. જે હેઠળ ગ્રાહક રૂ. 10,000થી વધુ ઉપાડ નહીં કરી શકે. આ નિર્ણય બચત અને ચાલુ ખાતા-બંને ગ્રાહકો માટે છે. મલકાપુર અર્બન બેન્કને RBIની મંજૂરી વગર કોઈ પણ લોનને રિન્યુ નહીં કરી શકે અને ના કોઈ મૂડીરોકાણ પણ નહીં કરી શકે. એ સાથે કોઈ જવાબદારી નહીં લઈ શકે અને ના કોઈ ચુકવણી નહીં કરી શકે. RBIના આ પગલાથી સહકારી બેન્કની નાણાકીય સ્થિતિમાં ઘટાડા પછી ઉઠાવવામાં આવ્યું છે.

બેન્કે સ્પષ્ટ કર્યું હતું કે એ સહકારી બેન્ક પર લગાવવામાં આવેલાં નિયંત્રણોને એનું બેન્કિંગ લાઇસન્સ રદ કરવાના રૂપમાં નહીં જોવામાં આવે. બેન્ક એની નાણાકીય સ્થિતિમાં સુધારો ના કરે ત્યાં સુધી પ્રતિબંધોની સાથે બેન્કિંગ વેપાર કરવાનું જારી રાખશે. RBIએ ભવિષ્ટની પરિસ્થિતિઓને આધારે આ પ્રતિબંધોમાં ઢીલ કે ફેરફાર પર વિચાર કરશે. હાલમાં મહારાષ્ટ્રની કેટલીક સહકારી બેન્ક RBIના નિયંત્રણોમાં આવી ચૂકી છે. આ પહેલાં મહારાષ્ટ્રની બાબાજી દાતે મહિલા સહકારી બેન્ક પર નિયંત્રણો લગાવવામાં આવ્યા હતાં.

બાબાજી દાતે સહકારી બેન્કના ગ્રાહકોને મહત્તમ રૂ. 5000 ઉપાડવાની જોગવાઈ કરવામાં આવી છે. ગયા વર્ષે પંજાબ મહારાષ્ટ્ર સહકારી બેન્ક PMC બેન્કમાં કૌભાંડને કારણે નાણાકીય કટોકટી ઊભી થઈ હતી. આ બેન્કમાં ગ્રાહકોના કરોડો રૂપિયા ફસાયા હતા. PMC બેન્કનું યુનિટી સ્મોલ બેન્કમાં વિલીનીકરણનો પ્રસ્તાવ છે. PMC બેન્ક વાધવાનબંધુઓની કંપની કરોડો રૂપિયાનું ધિરાણ કર્યું છે. PMC બેન્કનાં કુલ દેવાં 70 ટકાથી વધુ છે.