‘સંજુ’ના ટ્રેલરમાં રણબીરને જોઈને જ્યારે રિશી કપૂર લાગણીવશ થઈ ગયા

મુંબઈ – બોલીવૂડ અભિનેતા સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ ‘સંજુ’ના ટ્રેલરે લોકોમાં ફિલ્મ વિશે ભારે કુતુહલતા જગાવી છે. ફિલ્મમાં સંજયની ભૂમિકા રણબીર કપૂરે ભજવી છે. દર્શકો ફિલ્મના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે નિર્માતાઓ રાજકુમાર હિરાની અને વિનોદ ચોપરાએ ટ્રેલર સૌથી પહેલાં રણબીરના પિતા રિશી કપૂરને બતાવ્યું હતું.

પીઢ અભિનેતા રિશી એમના પુત્રનો પરફોર્મન્સ જોઈને ખૂબ જ ખુશ થયા હતા અને લાગણીવશ થઈ ગયા હતા, એમની આંખોમાં પાણી આવી ગયા હતા.

એમણે કહ્યું, ‘રાજકુમાર હિરાનીએ રણબીરને બહુ સરસ રીતે પ્રસ્તુત કર્યો છે અને રણબીરે પણ ખરેખર ઘણી જ સરસ એક્ટિંગ કરી છે. મને એના પ્રત્યે ગર્વ છે. હું નીતુ અને રણબીરના સોગંદ ખાઈને કહું છું કે ટ્રેલર જોતી વખતે મને એમ નહોતું લાગ્યું કે આ રણબીર છે, એમ જ લાગ્યું હતું કે સંજય દત્ત છે.’


‘સંજુ’ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે અને એને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

સંજુ ફિલ્મનું ટ્રેલર જોઈને રિશી કપૂરે આપેલા પ્રત્યાઘાતનો વિડિયો જુઓ…

httpss://twitter.com/RanbirKapoorFC/status/1000776182474752001

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]