રાજકોટવાસીઓને મળી મુંબઇની દુરન્તો

રાજકોટ– રાજકોટથી મુંબઇ જવા માટે હવે શહેરના પ્રવાસીઓને દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવાનો લહાવો મળશે. દુરંતો એક્સપ્રેસ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું હતું.

સીએમ રૂપાણી દ્વારા રાજકોટ ખાતે 27મીએ મુંબઈ દુરંતો ટ્રેનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મુંબઇ-અમદાવાદ વચ્ચે ચાલતી સંપૂર્ણ વાતાનુકૂલિત દૂરંતો એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની મંજૂરી મળતા સૌરાષ્ટ્રને મળેલી આ સૌ પ્રથમ સંપૂર્ણ વાતાનુકૂલિત અને ઝડપી ટ્રેન છે. જેમાં રાજકોટથી મુંબઇ વચ્ચેનું 737 કિલોમીટરનું અંતર 11 કલાકમાં પૂરું કરશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ ટ્રેન સુવિધાથી સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]