મુંબઈઃ યુનિક આઇન્ડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ હિન્દી ફિલ્મ આધારના કેટલાક ડાયલોગ પર વાંધો ઉઠાવતાં તેમાં 28 સંશોધન સૂચવ્યાં છે. ફિલ્મની ડિરેક્ટર સુમન ઘોષે આ માહિતી આપી છે. આ મામલે UIDAIને મોકલવામાં આવેલા ઈમેઇલનો જવાબ નથી મળી શક્યો.
ઘોષના જણાવ્યાનુસાર આધારની રિલીઝ પહેલાં તેમને ફિલ્મના પ્રોડ્યુસર તરફથી- રિલાયન્સની માલિકીના જિયો સ્ટુડિયોઝ દ્વારા UIDAIએ ઉઠાવેલા વાંધાને લીધે અનિશ્ચિત સમય માટે અટકાવી દીધી હતી, જે આધાર કાર્ડ જારી કરે છે. UIDAIએ ફિલ્મમાં 28 કાપ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એ ફિલ્મને 2019માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એ ફિલ્મનું એ વર્ષે બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થયું હતું. મને CBFCના ચેરપર્સન પ્રસૂન જોશી દ્વારા ત્રણ કાપ મૂકવા માટે કહેવામાં આવ્યું હતું અને એ માટે હું સહમત પણ થઈ ગયો હતો. મારી ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર હતી અને ટ્રેલર પહેલેથી બહાર પડી ચૂક્યું હતું. પણ પછી અચાનક બધું અટકી ગયું હતું. વળી, મને UIDAI દ્વારા કોઈ સંદેશવ્યવહાર મળ્યો નહોતો. મારી વિનંતી પર તેમણે કોઈ પ્રતિક્રિયા નહોતી મળી.
એ મારા માટે બહુ હેરાન કરનારી સ્થિતિ હતી, કેમ કે આગળ શું થશે, એની મને એ વિશે કાંઈ ખબર નહોતી, પણ મને વિશ્વાસ હતો કે જો સરકાર તરફથી કોઈ યોગ્ય વ્યક્તિ એ જોશે તો તેને કોઈ સમયસ્યા નહીં હોય.