મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાન સંગીતકારોમાંના એક રાહુલ દેવ (આર.ડી.) બર્મન બરાબર 27 વર્ષ પહેલાં આજની તારીખે આ દુનિયાને અલવિદા કરી ગયા હતા. ‘પંચમ દા’ તરીકે જાણીતા આર.ડી. બર્મન એમની આગવી સંગીતપ્રતિભા દ્વારા ગીત-સંગીતના પ્રેમીઓને એક-એકથી ચડિયાતા ગીતોનો રસથાળ પીરસી ગયા છે. ખાસ કરીને 1970નો દાયકો એમને માટે ગોલ્ડન બની રહ્યો હતો.
મહાન સંગીતકાર સચીન દેવ બર્મનના પરિવારમાં કોલકાતા શહેરમાં જન્મેલા રાહુલ દેવ બર્મન અવ્વલ દરજ્જાના સંગીતકાર હોવા ઉપરાંત ગાયક પણ હતા. એમણે 300થી વધારે ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું અને એમણે સર્જેલી ધૂન પર મોહમ્મદ રફી, કિશોરકુમાર, લતા મંગેશકર, આશા ભોસલે, મુકેશ સહિત અનેક નામવંતા ગાયકોએ ગીતો સ્વરબદ્ધ કર્યાં હતાં. આર.ડી. બર્મનના યાદગાર સર્જનોમાં ‘મેરે સપનોં કી રાની’, ‘કોરા કાગઝ થા યે મન મેરા’, ‘આ દેખે ઝરા’, ‘મેહબૂબા’, ‘તુમ ક્યા જાનો’, ‘યમ્મા યમ્મા’ જેવા સુપરહિટ ગીતોનો સમાવેશ થાય છે. એમનાં લોકપ્રિય સંગીતસર્જનોમાંના અમુકઃ
આર.ડી. બર્મને જવાની દિવાની ફિલ્મના સામને યે કૌન આયા ગીતમાં વિશેષ ઈફેક્ટ ઊભી કરવા પોતાની રીતે એક વાદ્ય બનાવ્યું હતું – પેડલ મટકા. (જુઓ એ તેનો વિડિયો)