‘રાઝી’માં આલિયા જેવો જ રોલ ‘ભુજ’માં નોરાનો

મુંબઈઃ મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ આવતા આઝાદી દિવસ પૂર્વે રિલીઝ થવાની છે. ભૂતકાળની સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, નોરા ફતેહી જેવા કલાકારો છે. ફિલ્મને 13 ઓગસ્ટે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરાશે. ફિલ્મમાં નોરાનાં રોલ વિશે કેટલીક ઉત્સૂક્તા પ્રવર્તે છે.

તો હકીકત એ છે કે ફિલ્મમાં મુખ્ય નાયિકા તો સોનાક્ષી છે, પણ દિગ્દર્શક બીજા ક્રમની નાયિકાને પણ ચમકાવવા માગતા હતા. એ માટે તેમણે પરિણીતી ચોપરાનો સંપર્ક કર્યો હતો, પણ પરિણીતીને જ્યારે ખબર પડી કે એનો રોલ સોનાક્ષીનાં રોલ કરતાં ઉતરતી કક્ષાનો છે ત્યારે એણે કામ કરવાની ના પાડી દીધી હતી. એ પછી એવો જ ઈનકાર કૃતિ સેનન અને જેક્લીન ફર્નાન્ડિસે પણ કરી દીધો હતો. આખરે નોરા ફતેહી તૈયાર થઈ હતી. નોરા આ ફિલ્મમાં પાકિસ્તાનમાં રહેતી નર્તકીનો રોલ કરે છે. એ વાસ્તવમાં ભારતીય લશ્કર માટે એક જાસૂસ તરીકે કામ કરતી હોય છે. તે RAW સંસ્થાની એજન્ટ હોય છે અને પાકિસ્તાનમાં રહીને ભારતને મદદ કરતી હોય છે. એનો રોલ બરાબર આલિયા ભટ્ટે ‘રાઝી’ ફિલ્મમાં કરેલાં રોલ જેવો જ છે, પણ નોરાનું પાત્ર વાસ્તવિક જીવનમાં કોના પર આધારિત છે તે હજી જાણી શકાયું નથી.