સારા અલી ખાને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જઈ દર્શન કર્યા

ઉજ્જૈન (મધ્ય પ્રદેશ): બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન આજે સવારે અહીં મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી અને ત્યાં ભસ્મ આરતીમાં સામેલ થઈ હતી અને પૂજા-અર્ચના કરી હતી. તેની તસવીરો અને વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.

સારા મંદિરમાં સવારે 7 વાગ્યે થતી ભોગ આરતી વખતે હાજર રહી હતી અને ત્યારબાદ ભસ્મ આરતીમાં પણ સામેલ થઈ હતી. ત્યારબાદ નંદી હોલમાં લગભગ અડધા કલાક સુધી ધ્યાનમાં બેસીને એણે શિવ જાપ કર્યો હતો. એ પછી ગર્ભગૃહમાં જઈને એણે દર્શન કર્યાં હતાં. સારા આ ત્રીજી વાર મહાકાલ મંદિરમાં આવી હતી.