કપિલ શર્મા થયો ૩૭ વર્ષનો; પોતાની ફિલ્મો, ટીવી શોમાં વિવિધતા લાવવા આશાવાદી છે

મુંબઈ – પોતાના વ્યાવસાયિક અને અંગત જીવનમાં અનેક ચડતી-પડતીનો સામનો કરનાર એક્ટર-કોમેડિયન કપિલ શર્મા આજે પોતાનો ૩૭મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કપિલે આજના દિવસે એવી આશા વ્યક્ત કરી છે કે પોતાની ફિલ્મો અને ટીવી શોમાં એ નવીનતા લાવશે.

કપિલે ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ’ નામના શો સાથે ટીવીના પડદા પર કમબેક કર્યું છે.

કપિલે વધુમાં કહ્યું છે કે, મને આશા છે કે લોકોનું મનોરંજન કરવા માટે હું નવા આઈડિયાઝ મેળવીશ અને યોજનાઓ ઘડીશ. તમે જો એક જ ચીજ કર્યા કરો તો લોકો કંટાળી જાય. એટલે હું કોઈક અલગ પ્રકારનો શો કે ફિલ્મ લાવવાનો પ્રયત્ન કરીશ.’

કપિલ શર્મા દેશભરમાં એના ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ શોથી જાણીતો થયો છે, પરંતુ એક ફ્લાઈટમાં સહ-કલાકાર સુનીલ ગ્રોવરની સાથે એની મારામારી થયા બાદ કપિલ બદનામ થઈ ગયો છે.

એક મુલાકાતમાં કપિલે કહ્યું છે કે જીવનમાં પડતી આવવાથી પોતે જરાય નાસીપાસ થતો નથી.

ગયા મહિનાથી શરૂ થયેલા નવા ટીવી શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ’ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]