મુંબઈઃ કંગના રણોત ઈ-મેઇલ વિવાદમાં બોલીવૂડ અભિનેતા ઋત્વિક રોશનથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આશરે પોણા ત્રણ કલાક પૂછપરછ કરી હતી. ઋત્વિક રોશન સવારે 11.40 કલાકે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યો હતો અને પૂછપરછ પછી 2.20 કલાકે તે બહાર નીકળ્યો હતો. ઋત્વિક પર આરોપ છે કે વર્ષ 2016માં કો-સ્ટાર અને એક્ટ્રેસ કંગના રણોતને ફ્રોડ ઈ-મેઇલ મોકલ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે ઋત્વિક રોશનને શનિવારે સાંજે કમિશનરની ઓફિસના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તે નિયત સમય પહેલાં જ પહોંચી ગયો હતો. આ કેસની તપાસ મુંબઈ પોલીસના આઇટી સેલ કરી કરી રહ્યો છે. મુંબઈ પોલીસની ક્રિમિનલ ઇન્ટેલિજન્સ યુનિટને સોંપવામાં આવ્યો હતો.શું છે મામલો?
વર્ષ 2016માં ઋત્વિકે એક કેસ ફાઇલ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ શખસે તેમના ફેક ઈ-મેઇલ આઇડી બનાવીને કંગના રણોતમને મેઇલ કર્યો હતો. બંને ઋત્વિક અને કંગનાની વચ્ચે વિવાદ વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે ભારતીય દંડ સંહિતા હેઠળ કલમ 419 અને આઇટી એક્ટ હેઠળ કલમ 66 સી અને 66 ડી હેઠળ સાઇબર પોલીસ સ્ટેશનમાં કેસ ફાઇલ નોંધવામાં આવ્યો હતો.
ગયા વર્ષે ડિસેમ્બરમાં ઋત્વિક રોશનના વકીલે લાંબી તપાસ વિશે મુંબઈમાં પોલીસ કમિશનરથી સંપર્ક કર્યો હતો, આ દરમ્યાન કંગનાએ પોતાના ટ્વિટરનો ઉપયોગ કરતાં એક નવો વિવાદ શરૂ કરવાનો પ્રયાસ કરતાં ઋત્વિક રોશનને સિલી એક્સ કહ્યો હતો.
