બોક્સ ઓફિસ પર થશે આલિયા-પ્રભાસની ટક્કર

મુંબઈઃ જાણીતા નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ ગઈ કાલે, 24 ફેબ્રુઆરીએ એમનો 58મો જન્મદિવસ ઉજવ્યો. તેમણે  ગઈ કાલે જ એમની નવી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું સ્પેશિયલ ટીઝર પણ રિલીઝ કર્યું હતું અને ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. એમની ફિલ્મ આ વર્ષની 30 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ કરાશે.

આવી જ રીતે, અભિનેતા પ્રભાસ તેની ‘રાધે શ્યામ’ ફિલ્મને 30 જુલાઈએ રિલીઝ કરવાની ગત્ વેલેન્ટાઈન્સ ડેના દિવસે જાહેરાત કરી ચૂક્યો છે. આમ, 30 જુલાઈએ બોક્સ ઓફિસ પર આ બંને ફિલ્મ વચ્ચે ટક્કર થશે. ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે જ્યારે ‘રાધે શ્યામ’માં પ્રભાસ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]