આકાશ અંબાણી, શ્લોકાની સગાઈ પાર્ટીમાં બોલીવૂડનાં સિતારાઓની હાજરી

મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઈ હીરા ઉદ્યોગના મહારથી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે થઈ છે. સગાઈનો પ્રસંગ ગયા શનિવારે ગોવામાં યોજવામાં આવ્યો હતો અને એની પાર્ટી સોમવારે રાતે અંબાણીના મુંબઈસ્થિત નિવાસસ્થાન એન્ટિલા ખાતે યોજવામાં આવી હતી.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા

પાર્ટીમાં બોલીવૂડ તથા ખેલકૂદ ક્ષેત્રની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

પાર્ટી ભવ્ય હતી. આકાશ ક્લાસી બ્લૂ થ્રી-પીસમાં સજ્જ થયા હતા જ્યારે એમની ફિયાન્સી શ્લોકા સિલ્વર-મરૂન રંગનાં ગાઉનમાં હતી.

પાર્ટીમાં ઐશ્વર્યા રાય-બચ્ચન એની પુત્રી આરાધ્યા સાથે, કેટરીના કૈફ, શાહરૂખ ખાન, કિરણ રાવ, કરણ જોહર, અનુપમા ચોપરા, જોન અબ્રાહમ જેવા બોલીવૂડ સિતારાઓ તથા ક્રિકેટર હરભજન સિંહ, ઝહીર ખાન અને એની પત્ની સાગરિકા હાજર રહ્યા હતા.

આકાશ અને શ્લોકાનાં લગ્ન આ વર્ષના ડિસેમ્બરમાં યોજવાનું નિર્ધારિત છે.

બંને જણે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે શિક્ષણ મેળવ્યું હતું.

આકાશ હાલ રિલાયન્સ ગ્રુપની 4G સર્વિસ પ્રોવાઈડર જિઓ કંપનીમાં ડાયરેક્ટર છે જ્યારે શ્લોકા એનાં પિતા રસેલ મહેતાની કંપની રોઝી બ્લૂમાં ડાયરેક્ટર ઉપરાંત કનેક્ટફોર સેવાભાવી સંસ્થાની સહ-સ્થાપક છે.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા

જોન અબ્રાહમ

લેખિકા અનુપમા ચોપરા

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન, શ્લોકા મહેતા, કરણ જોહર, આકાશ અંબાણી

હરભજન સિંહ

કેટરીના કૈફ

ઝહીર ખાન એની પત્ની સાગરિકા સાથે

ઐશ્વર્યા રાય-બચ્ચન એની પુત્રી આરાધ્યા સાથે

કિરણ રાવ, કરણ જોહર

દિગ્દર્શક રાજકુમાર હિરાની, એમની પત્ની મનજીત અને પુત્ર વીર

ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની એમના પત્ની મનીષા સાથે