ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડા

અમદાવાદ– ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ પદે અમિત ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે. અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસના મોવડીમંડળે અમિત ચાવડા પર પસંદગી ઉતારી છે.રાહુલ ગાંધી ગુજરાતમાં યુવા બ્રિગેડ ઉભી કરવા જઈ રહ્યા છે. ત્યારે તેમણે વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી અને તે પછી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે આંકલાવના યુવા ધારાસભ્ય અમિત ચાવડા પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસ 2019માં લોકસભાની ચૂંટણી જીતવા માટે યુવા નેતાઓની ટીમ તૈયાર કરી રહ્યા છે. જેથી એક પછી એક પદ યુવા નેતાઓેને જવાબદારી સોંપાઈ રહી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]