કંગના સામે દિલ્હીની શીખ સંસ્થાએ પોલીસ-ફરિયાદ નોંધાવી

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાનવાદીઓને મચ્છરની જેમ કચડી નાખ્યાં હતાં એવી બોલીવુડ અભિનેત્રી કંગના રણોતની કમેન્ટથી દિલ્હીમાં શીખ સમુદાયની એક સંસ્થા નારાજ થઈ છે અને એની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ કંગના સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સંસ્થાનો આરોપ છે કે કંગનાએ સોશિયલ મિડિયા પર દેશદ્રોહી અને અપમાનજનક ટિપ્પણી કરી છે. કંગનાએ ઈરાદાપૂર્વક અને જાણીજોઈને ખેડૂતોનાં આંદોલનને ખાલિસ્તાની ચળવળ સાથે ચિત્રિત કરી છે. તેણે શીખ સમુદાયને ખાલિસ્તાની ત્રાસવાદીઓ તરીકે ઓળખાવ્યાં છે. સંસ્થાએ ફરિયાદનો પત્ર મુંબઈના અતિરિક્ત પોલીસ કમિશનર તથા દિલ્હી પોલીસ (મંદિર માર્ગ પોલીસ સ્ટેશન)ને ઉદ્દેશીને લખ્યો છે.

કંગનાએ તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ લખાણ પોસ્ટ કર્યું છે, જેની સામે શીખ સમુદાયે વાંધો ઉઠાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]