ટ્વિટર-યૂઝર્સને ચડ્યો છે આલિયા ભટ્ટ પર ગુસ્સો

મુંબઈઃ આમિર ખાન અભિનીત અને નિર્મિત ‘લાલસિંહ ચઢ્ઢા’નો બહિષ્કાર કરવાની હાકલ કર્યા બાદ ઈન્ટરનેટ યૂઝર્સ હવે આલિયા ભટ્ટ અભિનીત અને નિર્મિત થ્રિલર ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ પર રોષે ભરાયા છે. આ ફિલ્મને આજે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મના નિર્માણમાં શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ પણ જોડાઈ છે. આ ફિલ્મમાં આલિયા ઉપરાંત શેફાલી શાહ, રોશન મેથ્યૂ અને વિજય વર્મા પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

‘ડાર્લિંગ્સ’ ફિલ્મ પર નેટિઝન્સનાં ભડકવા પાછળનું કારણ એ છે કે એમનું માનવું છે કે આ ફિલ્મ દ્વારા આલિયા ઘરેલુ હિંસાના દૂષણને ઉત્તેજન આપી રહી છે. એટલે નેટીઝન્સ ‘બોયકોટઆલિયાભટ્ટ’ અને ‘બોયકોટડાર્લિંગ્સ’ હેશટેગ દ્વારા એમની ઝુંબેશ ચલાવી રહ્યાં છે. આ ફિલ્મમાં આલિયા બદરુનિસા નામની યુવતીનો રોલ કરી રહી છે જે ઘરેલુ હિંસાનો ભોગ બને છે. બાદમાં એ તેની પર અત્યાચાર કરનાર એનાં પતિ હમઝા (વિજય વર્મા) પર એ પ્રકારનો જ બદલો લે છે. આ ફિલ્મનાં નિર્દેશિકા છે જસમીત કે. રીન. એમણે ઘરેલુ હિંસાનો સંવેદનશીલ વિષય પસંદ કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]