મુંબઈ – બોલીવૂડ કલાકારો અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ તેઓ લગ્ન કરી રહ્યાં છે એવા અમુક અખબારી અહેવાલોને આજે રદિયો આપ્યો છે. અમૃતસરમાં જન્મેલી અને મુંબઈમાં ભણેલી રિચાએ કટાક્ષમાં કહ્યું કે હવે મિડિયા અમને અમારા ન જન્મેલા બાળકોનાં નામ પણ જણાવી દે.
અલી ફઝલે તો ચોખ્ખા શબ્દોમાં પ્રત્યાઘાત વ્યક્ત કર્યા છે. એણે કહ્યું કે, અરે જરાય નહીં. આ વાત ખોટી છે. લોકો સાવ બેરોજગાર થઈ ગયા છે. મને ખબર પડતી નથી કે આવી વાતો કોણ ફેલાવે છે. મને સવારથી ફોન પર ફોન આવ્યા કરે છે.
અલી ફઝલ હાલ એક અંગ્રેજી ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને બ્રિટનમાંથી પાછો ફર્યો છે.
રિચા અને અલી ફઝલ ઘણા વખતથી એકબીજાનાં પાર્ટનર તરીકે જાહેરમાં દેખાતા રહ્યાં છે.