અક્ષયે જ્યારે ફોટોગ્રાફરને ગુસ્સામાં કહ્યું, ‘મોઢા પર માસ્ક લગાવ’

મુંબઈ: કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સ્થિતિમાં સામાન્ય પ્રજાની સાથે સેલિબ્રિટીઝ પણ આ ખતરનાક વાઈરસથી બચવાના ઉપાયો અપનાવી રહ્યા છે. અભિનેતા અક્ષય કુમારનો એક વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. એમાં અક્ષય ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.

હકીકતમાં આ વિડિયોમાં મીડિયા ફોટોગ્રાફર્સ અક્ષયની તસવીરો પાડી રહ્યા હતા એ દરમિયાન એક ફોટોગ્રાફરે તેનું માસ્ક મોઢા પર પહેરવાને બદલે ગળામાં લટકાવેલું રાખ્યું હતું એ જોઈને અક્ષય તેની પર ભડકી ગયો હતો.

વિડિયોમાં જોઈ શકાય છે કે, અક્ષય એ ફોટોગ્રાફરને કહી રહ્યો છે કે, માસ્કને ચહેરા પર નાક ઢંકાય એ રીતે લગાવ. અક્ષયનો આ વિડિયો વૂમ્પ્લાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા અક્ષય કુમાર ડબિંગ સેશન માટે જુહૂ વિસ્તારમાં ગયો હતો એ દરમિયાનનો આ વિડિયો છે. લોકો આ વિડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મહત્વનું છે કે, અક્ષય કુમાર કોરોના વાઈરસ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે. જેના માટે તે કયારેક વિડિયોના માધ્યમથી તો કયારેક ટ્વીટ કરીને લોકોને કોરોનાથી બચવાના ઉપાયો જણાવતો રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]