બચ્ચનના સંપર્કમાં આવેલા 26નો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

મુંબઈઃ બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થયા પછી મુંબઈમાં નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન પણ અમિતાભ બચ્ચનની બાજુના રૂમમાં એડમિટ છે. તેઓ એકબીજાના સંપર્કમાં છે. દેશ આખો તેમના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યો છે. બંનેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આ પહેલાં બિગ બીને કોરોના સંક્રમિત થયાં બચ્ચન પરિવારના અન્ય સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એકમાત્ર જયા બચ્ચન સિવાય પરિવારમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્ય રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ થઈ છે.

28 જણનો કોરોના ટેસ્ટ

જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી બચ્ચન ફેમિલીના સંપર્કમાં આવ્યા હતા, તે બધાનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા 54 જણના કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં અત્યાર સુધીમાં 28 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે, જેમાંના 26 જણનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ તમામને બે અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. અન્યોના રિપોર્ટસ પણ ટૂંક સમયમાં આવી જશે.

અમિત સાધનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

અભિષેક બચ્ચનના કો-સ્ટાર અમિત સાધનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે. અમિત અને અભિષેક પોતાની વેબ સિરીઝ બ્રીથની ડબિંગ માટે એકમેકના સંપર્કમાં આવ્યા હતા. જોકે અમિતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

દેશ બચ્ચન પરિવાર માટે સલામતની પ્રાર્થના કરી રહ્યો છે

સમગ્ર દેશ અમિતાભ બચ્ચન સહિત ફેમિલીની સલામતીની પ્રાર્થના કરી રહ્યો છે. દેશના અનેક ભાગમાં તેમના માટે પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. આમ જનતાથી માંડીને બોલિવુડ સેલિબ્રિટી બચ્ચન ફેમિલીની રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અમિતાભ- અભિષેકની તબિયતમાં સતત સુધારો

તાજા રિપોર્ટ અનુસાર અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયતમાં પહેલાથી વધુનો સુધારો જોવા મળી રહ્યો છે. નાણાવટી હોસ્પિટલના રિપોર્ટનું માનીએ તો અમિતાભ અને અભિષેકની હાલત સ્થિર છે. ડોક્ટરોએ કહ્યું હતું કે હવે સારવારમાં સખતાઈની જરૂર નથી, કેમ કે બંનેની રિકવરી ઝડપથી થઈ રહી છે. આવા ડોક્ટર્સની ખાસ ટીમ દર કલાકે બિગ બી અને અભિષેકની તપાસ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]