દિલ્હીની હવા દિવાળીના પર્વ બાદ વધુ ઝેરી બની

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં દિવાળીની સવારે વાયુની ગુણવત્તા વધારે ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી. અહીં સવારે ૯ વાગ્યે એર ક્વાલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૩૩૦ રહ્યો હતો. સાંજે ફટાકડાને કારણે વાયુની ગુણવત્તા વધારે ખરાબ થવાની સંભાવના છે.

દિલ્હીમાં બપોરે ચાર વાગ્યે સરેરાશ એ.ક્યુ.આઇ. ૩૨૮ નોંધવામાં આવ્યો હતો. જે બુધવારના ૩૦૭થી વધારે છે. વર્ષ ૨૦૨૩માં દિવાળીના દિવસે એ.ક્યુ.આઇ. ૨૧૮ રહ્યો હતો. ગયા વર્ષે પરાળી બાળવાની ઘટનાઓમાં ઘટાડો થવાથી તેમજ દિવાળી પહેલાં વરસાદ પડવાને કારણે તહેવારના દિવસે દિલ્હી ગેસ ચેમ્બર બન્યું ન હતું.પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લા ચાર વર્ષથી દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.