ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં બંને પ્રવાહમાં એ વન મેળવવાના મામલે સુરતએ મેદાન માર્યું છે.ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યુ છે. એ-૧ ગ્રેડમાં સુરત પ્રથમ સ્થાને છે. સુરતના 328 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં છે. જ્યારે સુરતનું 85.56 ટકા પરિણામ આવ્યું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, તાપીનું 68.41 ટકા (2 વિધાર્થીઓ એ-૧માં), નવસારીનું 85.76 ટકા (62 વિદ્યાર્થીઓ એ-૧માં), વલસાડનું 72.10 ટકા ( 25 વિધાર્થીઓ એ-૧માં), ડાંગનું 91.10 ટકા (એ-૧માં એક પણ નહી) ભરૂચનું 80.09 ટકા (13 વિધાર્થીઓ એ-૧માં), નર્મદાનું 69.63 ટકા ( એ-૧માં એક પણ નહી)
બીજીતરફ ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. જેમાં પણ એ-૧ ગ્રેડમાં સુરત પ્રથમ ક્રમે છે. સુરતના 1703 વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સુરતનું પરિણામ 93.38 ટકા આવ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના પરિણામ પર નજર કરીએ તો,
તાપીનું 94.01 ટકા ( 11 વિધાર્થીઓ એ-૧માં), નવસારીનું 94.34 ટકા (62 વિદ્યાર્થીઓ એ-૧માં), વલસાડનું 90.63 ટકા (26 વિધાર્થીઓ એ-૧માં), ડાંગનું 95.01 ટકા (એ-૧માં એક વિદ્યાર્થી) ભરૂચનું 92.11 ટકા (51 વિધાર્થીઓ એ-૧માં), નર્મદાનું 91.27 ટકા ( એ-૧માં ત્રણ વિદ્યાર્થીઓ). આમ સુરતએ ફરી એક વખત એ વનમાં ડંકો વગાડી શિક્ષણ ક્ષેત્રે પરછમ લહેરાવ્યા છે.
(અરવિંદ ગોંડલિયા, સુરત)