રિઝર્વ બેન્કે સતત આઠમી વાર રેપો રેટ યથાવત્ રાખ્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC)એ સતત આઠમી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. બેન્કે રેપો રેટ 6.5 ટકા યથાવત્ રાખ્યો હતો. છ સભ્યોવાળી કમિટીએ 4:2ના બહુમતથી વ્યાજદરોમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નહોતો. રેપો રેટમાં બદલાવ નહીં થવાથી ગ્રાહકો પર EMIનો કોઈ બોજ નહીં વધે અને  બેન્કોની લોનના વ્યાજદર પણ વધશે નહીં. આ પહેલાં RBIએ મે,2022થી ફેબ્રુઆરી 2023ની વચ્ચે રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો અને એને 6.5 ટકાએ પહોંચાડ્યો હતો.

ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદરમાં ઘટાડા બાબતે કહ્યું હતું કે જ્યાં સુધી US ફેડરલ બેન્ક વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે અને અમે સ્થાનિક કારણો પણ ધ્યાનમાં રાખી રહ્યાં છે. ત્યાં સુધી બેન્ક કોઈ વ્યાજદર અંગે નિર્ણય લેશે નહીં.MPCએ કહ્યું હતું કે છૂટક મોંઘવારી દર એક સ્થાયી સ્તરે પહોંચશે, તયાર બાદ વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ મોંઘવારી દરમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘટાડો થયો છે, પણ એ હજી પણ બેન્કના ચાર ટકાના મિડિયમ સમયમાં લક્ષ્યથી ઉપર છે. એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 10 મહિનાના નીચલા સ્તરે 4.83 ટકા પર છે, જ્યારે આ પહેલાં માર્ચમાં એ 4.85 ટકા પર હતો.

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ જૂના સ્તરે જાળવી રાખ્યો છે. એટલે કે જેઓ બેંકની લોનના EMI ભરે છે તેમના માથે કોઈ નવો બોજ આવશે, નહીં પરંતુ હાલ જે પ્રમાણે EMI ભરી રહ્યા છે તે યથાવત રહેશે, આ સાથે બેંકમાં FD કરાવી છે તેમને રોકાણ પર હાલ જે પ્રમાણે વ્યાજ મળી રહ્યું છે તે યથાવત્ રહેશે.