મુંબઈઃ ક્રીપ્ટોકરન્સીમાં સોમવારે જોરદાર ઉછાળો આવ્યો હતો. ચીનમાં કોરોનાને લગતાં નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાં હોવાથી બજારોમાં આશાનું મોજું ફરી વળ્યું છે. તેની અસર તળે બિટકોઇનનો ભાવ ફરી 31,000 ડોલરની ઉપર ગયો હતો.
ચીનમાં હવે હોટેલો અને થિયેટરો ફરીથી ખોલવામાં આવી રહ્યાં હોવાથી આર્થિક સુધારણા આગળ વધશે એવી આશા વધી છે. જોકે, બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 120 ડોલર થઈ ગયો હોવાથી ફુગાવા બાબતે રોકાણકારોની ચિંતા યથાવત્ રહી છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.26 ટકા (2,441 પોઇન્ટ) ઉછળીને 41,441 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,000 ખૂલીને 41,561 સુધીની ઉપલી અને 38,857 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
39,000 પોઇન્ટ | 41,561 પોઇન્ટ | 38,857 પોઇન્ટ | 41,441 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 6-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |