એપલે iફોનના સોફ્ટવેરમાં થોડા ફેરફાર કર્યા

વોશિંગ્ટનઃ એપલે તેના iફોનના સોફ્ટવેરમાં થોડાક ફેરફાર કર્યા છે. કંપનીએ આ ફેરફાર નેક્સ્ટ જનરેશનને ધ્યાનમાં રાખીને કર્યા છે. જે એક અબજથી વધુ iફોનને સક્ષમ બનાવશે અને બે લેપટોપ પણ કંપની રજૂ કર્યા છે, જેમાં કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા માઇક્રોપ્રોસેસર તેના ગ્રાહકો માટે સૌપ્રથમ વાર ઉપલબ્ધ થશે.  iફોન, iપેડ, એપલ વોચ અને મેક કોમ્પ્યુટર્સનાં સ્લિક ડિવાઇસ મૂકવાને બદલે કંપનીએ ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે ટ્રેન્ડસેટર બનશે, એમ કંપનીએ ડેવલપર્સની વાર્ષિક કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

iફોનની આગામી ઓપરેટિંગ સિસ્ટમ, જેને iOS 16 કહેવામાં આવે છે- એ ડિવાઇસની લોક સ્ક્રીનના લુકને નવું સ્વરૂપ આપશે અને હાલના સોફટવેરમાં મોટા ભાગે મામૂલી સુધારો કરશે. નવું સોફ્ટવેર મફત ડાઉનલોડની સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત નવું સોફ્ટવેર લોક સ્ક્રીનને લાઇવ નોટિફિકેશનમાં દર્શાવવા માટે સક્ષમ છે, જેથી ઉબેર રાઇડમાં પેસેન્જરને પિકઅપ કરવાનું સ્ટેટસ પણ જાણી શકાશે.

આ સાથે iફોનની મેસેજિંગ સિસ્ટમને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે ટેક્સ્ટને મોકલ્યા પછી પણ તેમાં સુધારાવધારા કરી શકાશે અને પછીથી જો મન બદલાયું તો એને દૂર પણ કરી શકાશે. જોકે આ વિકલ્પ માટે બંને યુઝર્સ પાસે એપલની મેસેજિંગ એપ હોવી જરૂરી છે.

આ ઉપરાંત એપના મેક અને આઇપેડ માટે કેટલીય નવી સુવિધાઓ –વિડિયો કોલ જેવી ચીજોને આઇફોનની સાથે સિંક કરીને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અન્ય ડિવાઇસ એક જ સ્ક્રીન પર કેટલાંય કરવા માટે વધુ એપ્સને એકસાથે ચલાવવા માટે સક્ષમ હશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]