દક્ષિણ આફ્રિકાના વેપારી ગુપ્તાબંધુઓની UAEમાં ધરપકડ

સહરાનપુરઃ યુપીના સહરાનપુરના રહેવાસી ગુપ્તાબંધુઓની દુબઈમાં ધરપકડ થઈ હતી. દક્ષિણ આફ્રિકાની સરકારે કહ્યું હતું કે UAEમાં એન્ફોર્સમેન્ટ સત્તાવાળાઓએ ગુપ્તા પરિવારના રાજેશ ગુપ્તા અને અતુલ ગુપ્તાની ધરપકડ કરી છે. જોકે તેમના ત્રીજા ભાઈ અજયની ધરપકડ થઈ કરવામાં આવી છે કે નહીં એની સ્પષ્ટતા નથી કરવામાં આવી. ગુપ્તાબંધુઓ પર દક્ષિણ આફ્રિકામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ  જેકબ ઝુમાની સાથેના સંબંધોનો ઉપયોગ કરીને આર્થિક લાભ માટે સિનિયર પદોની નિયુક્તિઓ પર પ્રભાવ પાડ્યો હતો. જોકે તેમણે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકામાં સરકારથી સંબંધિત સંસ્થાઓમાં અબજો રેન્ડ (દક્ષિણ આફ્રિકાની કરન્સી)નું કૌભાંડ કર્યા પછી ગુપ્તા ફેમિલી દુબઈ ચાલી ગયો હતો. કાયદા મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે લો એન્ફોર્સમેન્ટ સત્તાવાળાઓએ UAEમાં ભાગેડુ રાજેશ ગુપ્તા અને અતુલ ગુપ્તાની ધરપકડ કરી છે. દક્ષિણ આફ્રિકા અને UAEની વચ્ચે વિવિધ કાયદાની એજન્સીઓની વચ્ચે આગળની કાર્યવાહી પર વિચારવિમર્શ જારી છે. ઇન્ટરપોલે પણ ગુપ્તાબંધુઓ સામે રેડ નોટિસ જાહેર કરી હતી, જેમને અમેરિકા અને બ્રિટનને ગેરકાયદે વ્યક્તિ જાહેર કરી છે.

આ પહેલાં દક્ષિણ આફ્રિકાએ સંયુક્ત રાષ્ટ્રને પણ ગુપ્તા બંધુઓને દક્ષિણ આફ્રિકા પરત લાવવાની અપીલ કરી હતી. દક્ષિણ આફ્રિકાએ જૂન, 2021માં UAEમાં સંધિ કર્યા પછી ગુપ્તાબંધુઓના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થઈ હતી.

મૂળ રૂપે ઉત્તર પ્રદેશના સહરાનપુરનો રહેવાસી ગુપ્તા પરિવાર 1990ના દાયકાના પ્રારંભે દક્ષિણ આફ્રિકા પહોંચીને જૂતાની દુકાન ખોલી હતી, પણ એ પછી તેમણે ટૂંક સમયમાં આઇટી મિડિયા અને ખનન કંપનીઓ સામેલ કરીને વેપારનું વિસ્તરણ કર્યું હતું. જોકે હાલ આ કંપનીઓ વેચાઈ ગઈ છે અથવા બંધ થઈ ગઈ છે.