ઇમરાનને નુકસાન થયું તો આત્મઘાતી હુમલો કરીશઃ PTI સાંસદ

ઇસ્લામાબાદઃ ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફના એક સાંસદે કહ્યું હતું કે શહબાઝ શરીફ સરકારને ખુલ્લી ધમકી આપી છે કે જો ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાનને કંઈ થયું તો તે આત્મઘાતી હુમલો કરશે. ઇમરાનની નજીકના સાંસદનું નામ અતાઉલ્લા છે. અતાઉલ્લાએ સોમવારે એક વિડિયો સંદેશ જારી કરીએ ધમકી આપી હતી કે એ હુમલો તેમની સામે કરવામાં આવશે, જે પાકિસ્તાનને ચલાવે છે. તેમણે કહ્યું હતું કે હું પહેલો આત્મઘાતી બોમ્બ હુમલાખોર બનીશ.

ઇમરાન ખાને ગયા મહિને લોકોને અપીલ કરી હતી કે જો તેમની હત્યા થશે –તો તેઓ તેમને ન્યાય અપાવે. તેમણે દાવો કર્યો હતો કે તેમના વિપક્ષના નેતાઓ તેમનાથી છુટકારો મેળવવા કોઈ વિકલ્પ નથી બચ્ચો. મને માલૂમ છે કે મારી સામે કાવતરું રચવામાં આવી રહ્યું છે. કાવતરાખોરો હજી પણ ભ્રમિત છે કે તેઓ તેમનાથી કેવી રીતે છુટકારો મેળવી શકે છે. ઇમરાન ખાને હત્યાની આશંકા દર્શાવતાં ગૃહપ્રધાને તેમને અભેદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી.

ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાએ ઇમરાનના સાંસદના આત્મઘાતી હુમલાની ધમકી પર પલટવાર કરતાં કહ્યું હતું કે ઇમરાન ખાનની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવવા જોઈએ. ઇમરાન ખાને એક ગુનો કર્યો છે. અમારી પાસે તેમની સામે સાક્ષી મોજૂદ છે.ગૃહપ્રધાને આરોપ લગાવ્યો હતો કે ઇમરાન ખાન દેશન ભાગ પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ઇમરાન ખાને દેશમાં અરાજકતાની ઝુંબેશ શરૂ કરી છે.