ગાંધીજીને બદલે ટાગોર, કલામના વોટરમાર્કવાળી ચલણી નોટ?

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક નોબેલ ઈનામ વિજેતા કવિ રવિન્દ્રનાથ ટાગોર અને દેશના 11મા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના વોટરમાર્કવાળી ચલણી નોટો બહાર પાડવા વિચારી રહી છે એવા અખબારી અહેવાલોમાંના દાવાને દેશની આ કેન્દ્રીય બેન્કે આજે રદિયો આપ્યો છે.

આરબીઆઈએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, અમુક મીડિયામાં એવા અહેવાલો છે કે ભારતીય રિઝર્વ બેન્ક મહાત્મા ગાંધીના ચહેરાને હટાવીને અન્ય મહાપુરુષોના ચહેરા છાપીને હાલની કરન્સી અને બેન્ક નોટ્સમાં ફેરફારો કરવા વિચારે છે. સૌએ નોંધ લેવી રહી કે રિઝર્વ બેન્કમાં આવો કોઈ જ પ્રસ્તાવ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]