IC15 ઇન્ડેક્સમાં 208 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શનિવારે ઘટાડો આગળ વધ્યો હતો. અમેરિકન શેરબજારમાં થયેલા પરિવર્તનની અસર તળે આ ઘટાડો થયો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનું વલણ જાળવી રાખશે એવી શક્યતાને લીધે શેરબજાર ઘટ્યું હતું.

રોકાણકારોનો એવો અંદાજ હતો કે અમેરિકામાં રોજગારના આંકડા નબળા આવશે અને તેને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનું માંડી વાળશે. આમ છતાં ધારણાથી વિપરીત, આંકડા સારા આવ્યા છે.

આ અગાઉ ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.53 ટકા (208 પોઇન્ટ) ઘટીને 38,939 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,148 ખૂલીને 39,252 સુધીની ઉપલી અને 38,362 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

 

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
39,148 પોઇન્ટ 39,252 પોઇન્ટ 38,362 પોઇન્ટ 38,939 પોઇન્ટ
ડેટાનો સમયઃ 4-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)