હાપુડમાં સ્ટીમ બોઇલર ફાટવાથી આઠનાં મોત

હાપુડઃ ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી આઠ લોકોનાં મોત થયાં છે, જેમાંથી છ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આગ લાગવાના ઘટનાસ્થળે પોલીસ અને ફાયર બ્રિગ્રેડ વિભાગ રાહત બચાવ કાર્યમાં લાગી ગયો છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકોની હાલત નાજુક છે. મૃતકોની સંખ્યામાં વધારો થાય એવો અંદેશો છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જનપદ હાપુડમાં બોઇલર ફાટવાથી લાગેલી આગમાં છ મજૂરોનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.

તેમણે અધિકારીઓને ઘટનાસ્થળે તત્કાળ પહોંચવા માટે નિર્દેશ આપ્યા છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આ અકસ્માત હાપુડ જિલ્લાના ધૌલાના પોલીસ સ્ટેશનના UPSIDCમાં થયો હતો. CM યોગીના આદેશ પછી, મેરઠના IG પ્રવીણ કુમાર અને હાપુડ DM સહિત ઘણા અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં 20થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. હાલના સમયે ઘણી એમ્બ્યુલન્સ અને મૃતદેહો સ્થળ પર પહોંચી ગઈ હતી છે.

કેમિકલ ફેક્ટરીમાં પ્લાસ્ટિક પીગાળવાનું કામ થતું હતું. પ્લાસ્ટિક પીગાળતી વખતે બોઇલર ફાટી ગયું હતું અને તેને લીધે ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા બાદ પ્લાસ્ટિક પીગળીને શ્રમિકોના શરીર ઉપર ચોટી ગયું હતું, જેને લીધે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]