હૈદરાબાદ ગેન્ગરેપ કેસઃ ત્રણની ધરપકડ, TRS નેતા-પુત્ર સામેલ

હૈદરાબાદઃ હૈદરાબાદ ગેન્ગ રેપ કેસમાં બે સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાદુદ્દીન મલિક અને ઉમર ખાનની ઉંમર 18 વર્ષની છે. જેમાં એક TRS નેતાનો સગીર પુત્ર પણ સામેલ છે. પોલીસે એને કસ્ટડીમાં લીધો છે. આ પહેલાં આ મામલે પાંચ આરોપીઓની ઓળખ થઈ હતી, જેમાં એકની ધરપકડ થઈ ચૂકી છે. પાંચો આરોપીઓમાંથી ત્રણ સગીર વયના આરોપી છે. પોલીસે જણાવ્યું હતું કે તે ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે.

આ મામલે TRS નેતાના પુત્રની ધરપકડ પર રાજ્યના CM KCRના પુત્રએ ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું છે કે હૈદરાબાદમાં સગીર રેપના સમાચારથી આક્રોશિત અને સ્તબ્ધ છું. મારી વિનંતી છે કે તત્કાળ કડક કાર્યવાહી કરવામાં આવે- જેકોઈ પણ આરોપીઓની પાર્ટીમાં સ્થિતિ હોય, પણ કાર્યવાહી કરવામાં આવે.

આ મામલાની તપાસ કરી રહેલી પોલીસનું કહેવું છે કે હવે પાંચ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. શહેરના પોશ વિસ્તારમાં એક કારમાં 17 વર્ષની યુવતીની સાતએ ગેન્ગ રેપ કરવામાં આવ્યાના કેટલાક કલાક પહેલાં સંદિગ્ધોના પબથી બહાર નીકળતા CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં પીડિતા યુવક સાથે બહાર આવતી દેખાય છે.

આ ઘટના 28 મેની છે. આ યુવતીના પિતાએ પહેલી જૂને આરોપીઓની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. IPCની કલમ 354 અને પોક્સો એક્ટ હેઠળ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમં કેસ નોંધવામાં આવ્યો છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]