IC15 ઇન્ડેક્સ 880 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ સૌથી વધુ પ્રચલિત ક્રિપ્ટોકરન્સી–બિટકોઇન માટે આ સપ્તાહ સારું રહ્યું છે. આ કોઇન વર્તમાન સપ્તાહે લગભગ 11 ટકા વધ્યો છે. સ્ટોક્સ અને ક્રિપ્ટોકરન્સી બન્નેમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. યુનિવર્સિટી ઓફ મિશિગનના એક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે કે ફુગાવાનો દર આગામી પાંચથી દસ વર્ષમાં અગાઉના 3.3 ટકાના અંદાજથી ઘટીને 3.1 ટકા રાખવામાં આવ્યો છે. આ સર્વેક્ષણને પગલે અમેરિકન સ્ટોક્સમાં વધારો થયો છે.

એક અંદાજ મુજબ વ્યાજદરમાં વધારો કરવાનું વલણ આગામી ડિસેમ્બર સુધી જ ચાલશે. આ ધારણાને લીધે સ્ટોક્સ માટેનું વાતાવરણ સુધર્યું છે. સોમવારે બજાર વધીને ખૂલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.14 ટકા (880 પોઇન્ટ) વધીને 28,883 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,003 ખૂલીને 29,187 સુધીની ઉપલી અને 27,924 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

 

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
28,003 પોઇન્ટ 29,187 પોઇન્ટ 27,924  પોઇન્ટ 28,883 પોઇન્ટ
ડેટાનો સમયઃ 25-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)