આઇસી15 ઇન્ડેક્સ 642 પોઇન્ટ વધ્યો

મુંબઈ: બિટકોઇનની રાહે શુક્રવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થયો હતો. જોકે, બિટકોઇન 20,000 ડોલરની સપાટી કૂદવામાં નિષ્ફળ ગયો હતો. ડિફોલ્ટને લગતો ડર ઘટી જવાને લીધે તથા સંસ્થાકીય રોકાણકારોએ કરેલી ખરીદીને લીધે માર્કેટ થોડું વધ્યું હતું.

આંકડાઓના વિશ્લેષણ પરથી કહી શકાય કે સંસ્થાકીય રોકાણકારોએ વેચવાલી બંધ કરી લીધી છે. તેઓ સ્પોટ બિટકોઇનમાં મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. આ સંજોગોમાં ક્રીપ્ટો એક્સચેન્જોમાં પાછલા ચોવીસ કલાકમાં કુલ 230 મિલ્યન ડોલરનાં કુલ ઊભાં ઓળિયાંનું લિક્વિડેશન થયું છે. લિક્વિડેટ થયેલાં મોટા ભાગનાં ઓળિયાં શોર્ટ હતાં.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.55 ટકા (642 પોઇન્ટ) વધીને 25,806 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,165 ખૂલીને 27,461 સુધીની ઉપલી અને 24,705 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
25,165 પોઇન્ટ 27,461 પોઇન્ટ 24,705 પોઇન્ટ 25,806 પોઇન્ટ

ડેટાનો સમયઃ 1-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]