આઇસી15 ઇન્ડેક્સ 996 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ આ સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર વિશે નિર્ણય લેવાવાનો હોવાથી રોકાણકારો ફરીથી સાવચેત થઈ ગયા છે અને પ્રમાણમાં વધુ જોખમ ધરાવતી એસેટ્સમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે. આથી ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડો થયો હતો. બિટકોઇન 22,000 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં પણ ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. બજાર ઉંચે ખૂલવાની ધારણા રખાઈ છે. સમગ્ર સપ્તાહ દરમિયાન ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ – આલ્ફાબેટ, એમેઝોન, એપલ અને માઇક્રોસોફ્ટનાં આર્થિક પરિણામો આવવાનાં છે.

ફેડરલ રિઝર્વ ફુગાવાને કાબૂમાં રાખવા માટે વ્યાજદરમાં પોણા ટકાનો વધારો કરે એવી શક્યતા છે. સોમવારે ક્રીપ્ટો એક્સચેન્જોમાં ફ્યુચર્સના 108 મિલ્યનનાં ઓળિયાંનું લિક્વિડેશન થયું હતું. તેમાંથી મોટાભાગનાં ઓળિયાં તેજીનાં હતાં.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.10 ટકા (996 પોઇન્ટ) ઘટીને 31,102 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,099 ખૂલીને 32,772 સુધીની ઉપલી અને 30,543 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
32,099 પોઇન્ટ 32,772 પોઇન્ટ 30,543 પોઇન્ટ 31,102 પોઇન્ટ

ડેટાનો સમયઃ 25-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)