IC15 ઇન્ડેક્સ 498 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શનિવારે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કેપ ઘટીને 900 અબજ ડોલર થઈ ગયું છે. બિટકોઇન આશરે ત્રણ ટકા ઘટીને 19,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી બાજુ, એક્સઆરપીમાં પાંચ ટકા કરતાં વધુ વૃદ્ધિ થઈ છે.

અમેરિકામાં બેરોજગારીના ઘટેલા આંકડાને અનુલક્ષીને બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડો થયો છે. આવતા મહિને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ 75 બેઝિસ પોઇન્ટનો વધારો કરે એવી શક્યતા 82.3 ટકા થઈ ગઈ છે.

આ અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.76 ટકા (498 પોઇન્ટ) ઘટીને 28,331 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,829 ખૂલીને 28,972 પોઇન્ટની ઉપલી અને 28,085 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
28,829 પોઇન્ટ 28,972 પોઇન્ટ 28,085 પોઇન્ટ 28,331 પોઇન્ટ
ડેટાનો સમયઃ 8-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)