નાણાંપ્રધાન સીતારામને બજારમાં જઈ શાકભાજીની ખરીદી કરી

ચેન્નાઈઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ગઈ કાલે ચેન્નાઈ શહેરની એક-દિવસની મુલાકાતે ગયાં હતાં. એ દરમિયાન એમણે એક બજારમાં જઈને શાકભાજી ખરીદ્યાં હતાં. એનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે અને નેટયૂઝર્સ તરફથી આ વિશે મિશ્ર પ્રત્યાઘાતો આવ્યાં છે. વીડિયોમાં સીતારામન બટેટાં ખરીદતાં દેખાય છે અને શાકભાજી વેચનારાઓ સાથે વાતચીત પણ કરે છે.

કેટલાંક નેટયૂઝર્સે સીતારામનની પ્રશંસા કરી છે તો કેટલાંકે ટીકા. ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં મોંઘવારી હદ વટાવી ગઈ છે. શાકભાજી અત્યંત મોંઘાં થઈ ગયાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]