આઇસી15 ઇન્ડેક્સ 1,615 પોઇન્ટ ગગડ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વધી રહેલા ડિફોલ્ટના કિસ્સાઓના સમાચારોને કારણે રોકાણકારોની ચિંતા વધતાં ઘટાડો જોવા મળ્યો છે. આગામી સમયમાં ક્રીપ્ટો ક્ષેત્રે હજી વધારે ડિફોલ્ટ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બિટકોઇન હવે 20,000 ડોલરની નીચે (19,076) પહોંચી ગયો છે.

એફટીએક્સના સહ-સ્થાપક અને સીઈઓ સામ બેન્કમેને કહ્યું છે કે કેટલાંક ઓછાં જાણીતાં ક્રીપ્ટો એક્સચેન્જો નાદાર થઈ ગયાં છે. ક્રીપ્ટો ક્ષેત્રની અનેક કંપનીઓ પણ ગંભીર નાણાકીય સંકટ અનુભવી રહી છે.

નોંધનીય છે કે બુધવારે એક અદાલતે સિંગાપોરના હેજ ફંડ થ્રી એરોઝ કૅપિટલને ડિફોલ્ટ બદલ ફડચામાં લઈ જવાનો આદેશ આપ્યો છે. બીજી બાજુ, અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સ પણ ઘટી રહ્યા છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.03 ટકા (1,615 પોઇન્ટ) ઘટીને 25,165 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,782 ખૂલીને 27,115 સુધીની ઉપલી અને 24,939 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
26,782 પોઇન્ટ 27,115 પોઇન્ટ 24,939 પોઇન્ટ 25,165 પોઇન્ટ

ડેટાનો સમયઃ 30-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)