અદાણીના કોપર યુનિટની કામગીરીનો પ્રારંભઃ 7000 રોજગારીનું સર્જન

અમદાવાદઃ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટા કંપની કચ્છ કોપરે  (૨8 માર્ચ- ગુરુવારે) ગ્રાહકોને કેથોડ્સની પ્રથમ બેચ મોકલીને મુંદ્રાના તેના પ્રથમ ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી પ્રક્લ્પના કામકાજનો પ્રારંભ કર્યો છે. આ પ્રકલ્પ સાથે મેટલ ઉદ્યોગમાં અદાણી પોર્ટફોલિયોની શરૂઆત થઈ છે. હાથ ઉપરના વિવિધ પ્રકલ્પનું નિર્ધારિત સમયમાં આયોજન અને તેનો અમલ કરવાની અદાણી ઉદ્યોગ સમૂહની ક્ષમતાનું અદાણીના આ ગ્રીનફિલ્ડ પ્રકલ્પની સફળ પ્રગતિ વધુ એક સંગીન ઉદાહરણ છે.

પ્રથમ તબક્કામાં 0.5 MTPA ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે કંપની આશરે $ 1.2 બિલિયનનું રોકાણ કરી રહી છે. બીજા તબક્કો સંપન્ન થવાને અંતે આટલી જ ક્ષમતા ઉમેરશે, અત્યાધુનિક ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશનનો ભરપૂર ફાયદો ઉઠાવવાના સમયે ESG કામગીરીનાં ધોરણોને બેન્ચમાર્ક હાંસલ કરવાની નેમ સાથે કચ્છ કોપર 1 MTPA સાથે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન કસ્ટમ સ્મેલ્ટર બનશે, જે સીધી 2000 અને આડકતરી 5000 રોજગારીની તકોનું સર્જન કરશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કચ્છ કોપરની કામગીરીના આરંભ સાથે અદાણી પોર્ટફોલિયોની કંપનીઓ ફક્ત મેટલ્સ સેક્ટરમાં જ પ્રવેશી રહી નથી, પરંતુ ભારતના ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફના પ્રયાણમાં પણ ઉલ્લેખનીય યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે આ મહત્વાકાંક્ષી સુપર-સાઇઝ પ્રકલ્પના અમલીકરણની અમારી ઝડપ ભારતને વૈશ્વિક કોપર સેક્ટરમાં ટોચે લઈ જવાની અમારી પ્રતિબદ્ધતાનો દિશા-નિર્દેશ કરે છે. અમારું દ્રઢ માનવું છે કે 2070 સુધીમાં આપણો ઘરેલું કોપર ઉદ્યોગ આપણા રાષ્ટ્રના કાર્બન તટસ્થતાના ધ્યેયને હાંસલ કરવામાં નિર્ણાયક ભૂમિકા અદા કરશે અને આપણા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક પરિપક્વ પર્યાવરણીય નેતૃત્વ સાથે મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે આ સંપૂર્ણ પ્રક્લ્પ પૂર્ણપણે કાર્યાન્વિત કાર્યરત થશે ત્યારે નવીન ગ્રીન ટેક્નોલોજી ઉપર ભરપૂર જોર સાથે અમારું અદ્યતન સ્મેલ્ટર તાંબાના ઉત્પાદનમાં નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરશે. રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના પ્રચંડ વેગે થઇ રહેલા વિકાસને લક્ષમાં લેતા તાંબાની માગ વધશે. કચ્છ કોપર તેના પોર્ટફોલિયોમાં કોપર ટ્યુબ ઉમેરવાની તેની આગળની સંકલિત વ્યૂહરચનાના ભાગરૂપે કચ્છ કોપર ટ્યુબ્સ લિ.ની સ્થાપનાની દિશામાં કામ કરી રહી છે. પ્રસ્તાવિત ટ્યુબ એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશનમાં એપ્લિકેશનની જરૂરિયાત પૂરી કરશે.

  • અદાણી એન્ટરપ્રાઇઝ બે તબક્કામાં 1 MTPA ક્ષમતાના પ્રકલ્પોનું નિર્માણ કરી રહી છે
  • પ્રથમ તબક્કામાં લગભગ $ 2 બિલિયનનું રોકાણ કરાશે
  • પ્રક્લ્પ તેની શ્રેણીમાં સૌથી નજીવી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવશે
  • સીધી અને આડકતરી રોજગારીની 7000 તકોનું સર્જન કરશે

 

કચ્છ કોપર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ટેક્નોલોજી સૌથી ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવે છે. આ પ્રકલ્પ વિસ્તારનો એક તૃતીયાંશ ભાગ ગ્રીન બેલ્ટ સ્પેસ તરીકે પદનામિત કરવામાં આવ્યો છે અને મૂડીની 15% રકમ પર્યાવરણ સંરક્ષણ માટે ફાળવવામાં આવી છે. આ પ્રકલ્પે પર્યાવરણીય નકારાત્મક અસરો ઘટાડવા માટે ઝીરો-લિક્વિડ ડિસ્ચાર્જ મોડલ અપનાવી અમલી બનાવ્યું છે અને ઉત્પાદન સંલગ્ન કામગીરી માટે ડિસેલિનેટેડ પાણીનો ઉપયોગ કરે છે. કચરો ઘટાડવા અંતર્ગત પ્રક્રિયાઓમાં ટ્રીટેડ ગંદા પાણીને રિસાઇકલ પણ કરે છે.