વિદેશનાં ટ્રસ્ટો, મિલકતો સંપૂર્ણ કાયદાકીયઃ હીરાનંદાની ગ્રુપ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા હીરાનંદાની ગ્રુપની કુલ અલગ-અલગ 25 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રિયલ એસ્સેટ દિગ્ગજ હીરાનંદાની ગ્રુપે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે પરિવારના દરિયાપારનાં ટ્રસ્ટો અને અસ્ક્યામતો સંપૂર્ણ રીતે વાસ્તવિક છે અને કાયદાકીય છે. વળી, IT વિભાગને કંપનીના અધિકારીઓ વિભાગના બધા સવાલોનું સમાધાન કરી રહ્યા છે અને તેમને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

IT વિભાગ કંપનીની ત્રણ શહેરોમાં આવેલી મિલકતોમાં- મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈમાં આશરે 25 જગ્યાએ તપાસ કરી રહ્યો છે. આ તપાસ ગ્રુપ દ્વારા ટેક્સ ચોરીને લઈને લઈને કરવામાં આવી રહી છે. IT અધિકારીઓએ ત્રણ શહેરોમાં કંપનીની ઓફિસો, વેચાણ ગેલેરીઝ અને નિવાસસ્થાન મિલકતોમાં તપાસ કરી રહ્યા છે. અધિકારીઓ મુંબઈમાં હીરાનંદાની ગ્રુપના પવઈ અને થાણેમાં તપાસ કરી રહ્યા છે. અધિકારીઓએ દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક્સ રેકોર્ડ અને વેચાણના વ્યવહારોની તપાસ કરી હતી.

હીરાનંદાની ગ્રુપની સ્થાપના 1978માં નિરંજન હીરાનંદાનીએ અને સુરેન્દ્ર હીરાનંદાનીએ કરી હતી. ગ્રુપ રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, હેલ્થ અને અન્ય ક્ષેત્રોમાં કાર્યરત છે.

હીરાનંદાની ગ્રુપનું ના પેન્ડોરા પેપર લીકમાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે હીરાનંદાની ગ્રુપ અને નિરંજન હીરાનંદાનીના પરિવારના વડા આશરે 60 મિલિયન ડોલરથી વધુનું સંપત્તિની સાથે એક ટ્રસ્ટના લાભાર્થી હતા. હાલ તેમની પર આરોપ છે કે નિરંજન અને સુરેન્દ્ર હીરાનંદાનીએ વિદેશમાં એક ટ્રસ્ટમાં મૂડીરોકાણની માહિતી છુપાવી છે.