વિશ્વની નંબર-1 એશ્લે બાર્ટીએ 25 વર્ષની વયે નિવૃત્તિ લીધી, જાણો…

મેલબોર્નઃ વિશ્વની નંબર વન ઓસ્ટ્રેલિયન ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ 25 વર્ષની વયે ટેનિસમાંથી સંન્યાસ લીધો છે. તેનો આ નિર્ણય ફેન્સ માટે ચોંકાવનારો છે. બાર્ટી સતત 114 સપ્તાહ સુધી નંબર વન રેન્ક WTA ખેલાડી પણ રહી હતી. બાર્ટીના 26મા બર્થડેને માત્ર એક મહિનાની વાર છે. બાર્ટીએ કેરિયરમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ (સિંગલ્સ) ચેમ્પિયન રહી છે. હાલમાં તેણે આ વર્ષનો પહેલો ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન પણ પોતાને નામ કર્યો હતો.

બાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં સાથી કેસી ડેલાક્વાને કહ્યું હતું કે હું શારીરિક અને ભાવનાત્મક રીતે આ રમત જારી નહીં રાખી શકું. હું મારા નિર્ણયથી ખુશ છું અને એ માટે પહેલેથી તૈયાર પણ હતી.

બાર્ટીએ ત્રણ અલગ-અલગ ત્રણ અગ્રણી  સિંગલ્સ ટાઇટલ્સ જીત્યા પછી નિવૃત્ત જાહેર કરી હતી, તેણે 2019માં ફ્રેન્ચ ઓપન, 2021 વિમ્બલ્ડન અને જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. તેણે સિંગલમાં 15 અને ડબલ્સમાં 12 ટુર્નામેન્ટ જીતી હતી, જે અન્ય કોઈ પણ સક્રિય ખેલાડીથી વધુ છે. તેણે ટેનિસના બધા સ્તરોમાં સિંગલ્સમાં 305-10નો રેકોર્ડ અને ડબલ્સમાં 200-64નો રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં તેણે કેરિયરમાં કુલ 23,829,071 ડોલરની કમાણી કરી હતી. બાર્ટીનો સ્ટેફી ગ્રાફ (186 સપ્તાહ), સેરેના વિલિયમ્સ (186) અને માર્ટિના નાવરાતિલોવા (156) પછીનો ક્રમાંક છે. તે કુલ 121 સપ્તાહમાં નંબર સાતના ક્રમાંકે રહી હતી.